[ad_1]
Published by: Rahul Vegda
ગૂગલ પ્લે સ્ટોર પર ઘણી ઓનલાઈન ડેટિંગ એપ્સ (Online Dating App Fraud) ઉપલબ્ધ છે. જો તમે આમાંથી કોઈ પણ ડેટિંગ એપનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે સાવચેત રહેવું જોઈએ. કારણ કે આ એપ્સ પર એવા ઘણા લોકો હાજર છે જે નકલી પ્રોફાઇલ બનાવીને છેતરપિંડી કરી રહ્યા છે.
1/ 6
ઓનલાઈન ડેટિંગ એપ્સ લોકો માટે દુઃસ્વપ્ન બની રહી છે. ઘણા લોકો પોતાની એકલતા ઘટાડવા માટે ઓનલાઈન ડેટિંગ સાઈટ પર ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ શોધે છે. જેમાં અનેક લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી (Online Dating App Fraud) થાય છે. જો તમે પણ કોઈપણ ઓનલાઈન ડેટિંગ એપ પર કોઈ સાથે ઇલુ-ઇલુ કરી રહ્યા છો, તો તમારે આ લેખ છેલ્લે સુધી વાંચવો જોઈએ (Image:Canva)
હાલમાં જ મીડિયામાં ગુરુગ્રામના એક સમાચાર આવ્યા છે. જેમાં એક ફેમસ ડેટિંગ સાઈટ પર પાર્ટનર શોધી રહેલા વ્યક્તિ સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ છે. આ છેતરપિંડીમાં ફસાઈને આરોપીઓએ ભોગ બનનાર સાથે ઓનલાઈન 2 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો? (Image:Canva)
શું છે સમગ્ર મામલો: બમ્બલ (Bumble) જેવી ડેટિંગ એપ પર ઘણી મહિલાઓ આ છેતરપિંડી કરી રહી છે. જ્યાં તે જીવનસાથી શોધવાના નામે એક વ્યક્તિનો ઓનલાઈન સંપર્ક કરે છે. આ પછી, મહિલા તેને ખોટા કેસમાં ફસાવીને પૈસા લૂંટે છે. આવો જ એક કિસ્સો દિલ્હીની બાજુમાં આવેલા ગુરુગ્રામમાં જોવા મળ્યો, જ્યાં એક વ્યક્તિએ બમ્બલ પર એકાઉન્ટ બનાવ્યું અને ત્યાં તેને એક લેડી લવ મળી, થોડા દિવસ પ્રેમ ભરી વાતો કરીને મહિલા પ્રેમિકાએ ભોગ બનનાર મજનૂ પાસેથી 2 લાખ રૂપિયા ઓનલાઈન લૂંટી લીધા. (Image:Canva)
આવી રીતે કરે છે ફ્રોડ: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કેસમાં બિહારની એક મહિલા અને તેના પાર્ટનરની ધરપકડ કરવામાં આવી છે, જેમણે આવા 12 જેટલા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. આ મહિલા બમ્બલ એપ દ્વારા લોકોને પોતાની સાથે જોડતી હતી.(Image:Canva)
ડેટિંગ એપ પર સુરક્ષિત રહેવા આટલું કરો: બમ્બલ અને અન્ય ડેટિંગ સાઇટ્સ પર ફક્ત વેરિફાઇડ પ્રોફાઇલનો જ કોંટેક્ટ કરો. જો કોઈ તમને ધાકધમકી આપે છે અને પૈસાની માંગણી કરે છે, તો તરત જ પોલીસને તેની જાણ કરો. (Image:Canva)
તે પછી તે તેની સાથે ગરમા-ગરમ વાતો કરતી હતી. આ પછી, તેણે વ્યક્તિને બળાત્કાર અને છેડતીના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી. અને બદલામાં લોકો પાસેથી પૈસાની માંગણી કરી. આવા કિસ્સામાં મોટા ભાગના લોકો પોલીસ કાર્યવાહીથી બચવા પૈસા આપતા હતા. જોકે આ વખતે પોલીસે ભાભીજી અને મંડળીને ઝડપી પાડ્યા છે. (Image:Canva)
[adinserter block=”4″]
[ad_2]
Source link